માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા બાદ ગામડાઓમાંથી આવતાં બાળકોનો પ્રાથમિક કક્ષાનો પાયો નબળો જણાતાં સંસ્થાના ટ્રસ્ટીઓએ વિચાર્યુ કે જો પાયો મજબુત બનાવવો હશે તો પ્રાથમિક શાળાનું શિક્ષણ સુધારવું પડશે, માટે વર્ષ-2009 થી આ સંસ્થાના વડપણ હેઠળ શ્રી સરસ્વતી પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી, જેમાં અંદજીત 250 જેટલાં વિધ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.